Ghanshyam Maharaj Darshan 3
ભગવાન પોતાના દિવ્યભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારુ માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્યભાવ જણાવતા નથી ને દિવ્યભાવ જણાવે તો વિજાતિપણું થાય. માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ થાય નહિ તે સારુ મનુષ્યરૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્યભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દૃષ્ટિ રહે છે. અને છુપાવતે કદાચિત્ પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઈ જાય છે ત્યારે દિવ્યભાવ જણાઈ આવે છે ને ક્યારેક પોતે પોતાની ઇચ્છાએ કરીને પણ પોતાના કોઈક ભક્તને જણાવે છે. (પં. ૪)