
Ghanshyam Maharaj Darshan 3
ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી એેને સર્વ ક્રિયાને વિષે બરકત થાતી નથી. અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે. અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગીને તો એક વીંછીની પીડા થાતી હોય તો અમને હજાર ગણી થાઓ, પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાઓ અને સુખિયા રહો, એમ અમે રામાનંદ સ્વામી આગળ બોલ્યા હતા, માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારું થાઓ. (જે. પ)