
Ghanshyam Maharaj Darshan 3
જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન, દોલત, હાથી, ઘોડા, ગાય, ભેંસ, મેડી, હવેલી, સ્ત્રી, છોકરાં, ભારે ભારે વસ્ત્ર-આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપિનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢીમૂછ મુંડાવી નખાવવી, ભગવાં વસ્ત્ર રાખવાં, અને કોઈ ગાળ્યું દે ને કોઈ ધૂળ નાખે, તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે ગૃહસ્થ પરમ દોષરૂપ છે. (મ. ૫૨)